ઈશ્વર

આજ પથ્થર પૂજાય તારા નામ પર  ઈશ્વર,
આસ તુજ થી વધુ તારા ધામ પર  ઈશ્વર..

રૂંધાતા શ્ર્વાસ અને ખૂટે વિશ્વાસ મને,
શંકા થાય છે તારા કામ પર ઈશ્વર..

શોધે તને જો બધા ખોખલી ઈમારત માં,
આળ ચઢે ગીતા કુરાન પર ઈશ્વર

કર્મ નર્ક કયામત નો ડર નથી રહ્યો કોઈ,
ચિંતિત છું તારા અંજામ પર ઈશ્વર..

ચાલ મંદિર-મસ્જિદ નહીં અંતર બનાવીએ,
તારા અલ્લાહ ને મારા રામ પર ઈશ્વર..

સન્મતિ વરસાવ હવે સન્મતિ વરસાવ,
તારા પૂજારી, ઈમામ પર ઈશ્વર..

©મિલન ઝવેરી